દરેક ભારતીય માટે ગર્વનો દિવસ: UNSC માં આન, બાન અને શાનથી લહેરાયો તિરંગો
Trending Photos
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ સોમવારે 4 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો. ભારતના ઝંડા સાથે જ ચાર અન્ય અસ્થાયી સભ્યોના પણ રાષ્ટ્રીય ધ્વજ પણ પહેલા અધિકૃત કાર્યદિવસ પર વિશેષ સમારોહ દરમિયાન લગાવવામાં આવ્યો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ તિરુમૂર્તિ (TS Tirumurti)એ UNSCમાં તિરંગો લગાવ્યો અને સમારોહમાં સંક્ષિપ્ત ભાષણ પણ આપ્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતે આજે આઠમી વાર સુરક્ષા પરિષદની સદસ્યતા ગ્રહણ કરી છે. મારા માટે ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે ધ્વજ સ્થાપના સમારોહમાં ભાગ લેવો એ સન્માનની વાત છે.
આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં ખચકાશે નહીં ભારત
સમારોહમાં બોલતા ટી.એસ.તિરુમૂર્તિએ કહ્યું કે ભારત વિકાસશીલ દેશો માટે એક અવાજ બનશે. આ સાથે જ આતંકવાદ જેવા માનવતાના દુશ્મનો વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવતા પણ કતરાશે નહીં. તેમણે કહ્યું કે ભારત, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના કાર્યકાળનો ઉપયોગ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા મામલા માટે માનવકેન્દ્રિત અને સમાવેશી સમાધાન લાવવા માટે કરશે.
New York, US: Indian national flag installed at United National Security Council (UNSC) as India assumes the membership of the UN body for the eighth time. https://t.co/ztf9be2Soj pic.twitter.com/F2VgDKp14h
— ANI (@ANI) January 4, 2021
ભારત સાથે આ દેશોના પણ લહેરાયા રાષ્ટ્રીય ધ્વજ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સાથે સાથે નોર્વે, કેન્યા, આયરલેન્ડ અને મેક્સિકોના પણ રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યા. આ દેશો પણ UNSCમાં અસ્થાયી સભ્ય બન્યા છે. આ તમામ દેશ અસ્થાયી સભ્યો ઈસ્ટોનિયા, નાઈજર, સેન્ટ વિન્સેન્ટ, અને ગ્રેનાડા, ટ્યૂનિશિયા, વિયેતનામ તથા પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા સાથે આ પરિષદનો ભાગ રહેશે.
શું છે આ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્ર સંઘના 6 પ્રમુખ ભાગોમાંથી એક છે. જેનું મુખ્ય કાર્ય દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નવા સભ્યોને જોડવા, અને તેના ચાર્ટરમાં ફેરફાર સંલગ્ન કામ પણ સુરક્ષા પરિષદના કામનો ભાગ છે. આ પરિષદ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન મોકલે છે અને જો દુનિયાના કોઈ પણ ભાગમાં મિલેટ્રી એક્શનની જરૂર હોય તો સુરક્ષા પરિષદ રિઝોલ્યુશન દ્વારા તેને લાગુ પણ કરે છે.
દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ થઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાપના
સંયુક્ત રાષ્ટ્ર સંઘની જેમ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાપના પણ દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ 24 ઓક્ટોબર 1945માં થઈ. સુરક્ષા પરિષદની પહેલી બેઠક 17 જાન્યુઆરી 1946ના રોજ થઈ હતી. કોલ્ડવોરના કારણે ઘણા સમય સુધી સુરક્ષા પરિષદ નબળી રહી. પરંતુ કોંગો વોર અને કોરિયન યુદ્ધના સમયે તેણે મહત્વની ભૂમિકા ભજવી. આ ઉપરાંત અનેક દેશોમાં જરૂરિયાત પ્રમાણે શાંતિ મિશન મોકલવામાં આવ્યા હતા. સુરક્ષા પરિષદમાં 5 સ્થાયી, અને 10 અસ્થાયી સભ્યો હોય છે. અસ્થાયી સભ્યોની ચૂંટણી દર બે વર્ષ બાદ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે